સુરતમાં આવતા શ્રમિકોને માસ્ક અને સેનિટાઇઝર આપી ‘શ્રમિક આવકાર સુરક્ષા પર્વ’ની ઉજવણી

સુરતમાં આવતા શ્રમિકોને માસ્ક અને સેનિટાઇઝર આપી ‘શ્રમિક આવકાર સુરક્ષા પર્વ’ની ઉજવણી

સુરતમાં વધતા જતા કોરોના સંક્રમણને ધ્યાનમાં લઈને સુરતમાં શ્રમિકોને માસ્ક અને સેનિટાઇઝરની વહેંચણી કરવામાં આવી. જેમાં, સુરત. ઘી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના કાર્યવાહક પ્રમુખ દિનેશ નાવડિયાએ જણાવ્યું કે, તા. 15 સપ્ટેમ્બર 2020થી ‘શ્રમિક આવકાર સુરક્ષા પર્વ’ની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલર હેમાલી દેસાઇ,સુરત શહેરના સંયુકત પોલીસ કમિશનર પ્રવિણ માલ, નાયબ પોલીસ કમિશનર ભાવના પટેલ હાજર રહ્યા હતા. તેમજ સુરત મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા પપન તોગડિયા, ફોગવાના પ્રમુખ અશોક જીરાવાલા તથા ચેમ્બરના ભૂતપૂર્વ પ્રમુખ રૂપીન પચ્ચીગર અને અમરનાથ ડોરા પણ હાજર રહ્યા હતા.

આ મહેમાનોની હાજરીમાં સુરત રેલ્વે સ્ટેશન ખાતે ટ્રેનથી આવેલા શ્રમિકોને માસ્ક અને સેનીટાઇઝરનું વિતરણ કરી તેઓનો ઉત્સાહ વધારવામાં આવ્યો હતો. શ્રમિકોને આગામી તા. 18 સપ્ટેમ્બર સુધી સતત માસ્ક અને સેનિટાઇઝરની વિતરણ કરવામાં આવશે.

surat police news aayog

આ પણ વાંચો : કોરોનાથી રિકવર થયેલા દર્દીઓમાં ફેફસાં ડેમેજ થવાનું આ છે કારણ

આવતીકાલે આ કાર્યક્રમના ત્રીજા દિવસે મુખ્ય મહેમાન તરીકે ધારાસભ્ય તથા સુરત શહેર ભાજપના પ્રમુખ નીતિન ભજીયાવાલા, ધારાસભ્ય સંગિતા પાટીલ, ઝેડ.આર.યુ.સી.સી. સભ્ય છોટુ પાટીલ અને ક્રેડાઇ– સુરતના માજી પ્રમુખ તેમજ માજી ચેરમેન વેલજી શેટા હાજર રહેશે.

End plate, news Aayog

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *