સુરતમાં ચાર વર્ષની બાળકીની છેડતી કરનારને ત્રણ વર્ષની સજા

સુરતમાં ચાર વર્ષની બાળકીની છેડતી કરનારને ત્રણ વર્ષની સજા

જહાંગીરપુરામાં પાડોશમાં રહેતી ચાર વર્ષની બાળકીની છેડતી કરનાર આરોપીને તકસીરવાર ઠેરવી કોર્ટે ત્રણ વર્ષની સજા અને એક હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. 2019માં પ્રકાશ ઉર્ફે સુખા રાઠોડે પડોશમાં રહેતી ચાર વર્ષની બાળકીની છેડતી કરી હતી. બાળકીને પ્રકાશ પીંખી નાખે તે પહેલા માતા પહોંચી જતા બાળકી બચી ગઈ હતી. બાળકી તરફથી એડી. સરકારી વકીલ કિશોર રેવલિયાએ દલીલો કરેલી જેને કોર્ટે માન્ય રાખીને આરોપીને ત્રણ વર્ષની સજા ફટકારવાની સાથે હજાર રૂપિયાનો દંડ કર્યો છે.

ચૂકાદા દરમિયાન અદાલતે નોંધ્યું છે કે સમાજમાં દિનપ્રતિદિન નાની વયના કુમળા બાળકો સાથે તેમના પરિચીત દ્વારા અને નજીકના સગાઓ દ્વારા જાતિય શોષણના કેસમાં વધારો થયો છે. આવા ભોગ બનનારના માતા-પિતા સમાજમાં ભોગ બનનારની આબરૂ ન જાય તેવા કારણોસર ફરિયાદ કરતા નથી. જેથી આવા ગુનાઓમાં કોઈ પણ હળવાશ રાખવી જોઈએ નહી.

બાળકી રડતા સમગ્ર મામલો સામે આવ્યો

સરકારી વકીલ કિશોર રેવલિયાએ જણાવ્યું હતું કે, જહાંગીરપુરા પોલીસ મથકમાં 7-8-2019ના રોજ સાંજે છ વાગ્યે બનેલી આ ઘટનામાં બાળકી બાળમંદિરમાં અભ્યાસ કરતી અને ઘર પાસે રમતી હતી ત્યારે પડોશી પ્રકાશના ઘરે ગઈ હતી. ત્યારે પ્રકાશે દુષ્કૃત્ય કરવાના ઈરાદે પોતાના અને બાળકીના કપડા કાઢી નાખ્યા હતાં. બાદમાં બાળકી રડતા તેની માતા આવી ગઈ હતી. બાદમાં બાળકીના માતાએ પ્રકાશને તમાચા મારી દીધા હતાં. આ દરમિયાન લોકો આવી જતા લોકોએ માર મારી પોલીસ હવાલે કર્યો હતો. ત્યારબાદ આ કેસની કાર્યવાહી ચાલી જતાં સ્પેશિયલ કોર્ટ(પોક્સો)ના જજ કાલાએ આજે આરોપીને દંડ અને સજા ફટકાર્યા છે. કેસની કાર્યવાહી વીડિયો કોન્ફરન્સથી આજે પૂર્ણ થઈ છે.

End plate, news Aayog

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *