કોરોનાથી રિકવર થયેલા દર્દીઓમાં ફેફસાં ડેમેજ થવાનું આ છે કારણ

કોરોનાથી રિકવર થયેલા દર્દીઓમાં ફેફસાં ડેમેજ થવાનું આ છે કારણ

ભારતમાં કોરોના વાયરસનો કહેર ખુબજ ફેલાઈ રહ્યો છે. તેની સામે ઘણા લોકોએ કોરોનાને મહાત આપીને સારા પણ થયા છે. કોરોનાગ્રસ્ત થયેલા દર્દીઓ સારવાર દરમિયાન અને સારવાર બાદ પણ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. કોરોનાના દર્દીઓમાં ફેફસાં પંક્ચર થવાની સમસ્યા જોવા મળતી હોય છે. આ વિશે આઈએમએના પૂર્વ સચિવ ડો. નરેન્દ્ર સેનીએ જણાવ્યું કે, કોવિડથી સાજા થયેલા દર્દીઓના ફેફસાં પંક્ચર થવાના કેટલાક કેસ સામે આવ્યા છે. જેને વૈજ્ઞાનિક ભાષામાં તેને ન્યુમોથોરેક્સ કહેવામાં આવે છે.

કોરોના સંક્રમિત કેટલાક દર્દીઓમાં જોવા મળ્યું છે કે, ફેફસાંની અંદરનું લેયર નુકસાન થવાને કારણે હવા ફેફસાંની ઉપર કવર (પ્લૂરા)માં જતી રહે છે. જે દર્દીઓમાં અસ્થમા, શ્વાસ લેવામાં તકલીફ કે ટીબીના દર્દીઓ હતા તેમને આ બીમારી વધુ જોવા મળી છે.

  • ઘણા કોરોનાનાં દર્દીઓને રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમ થઈ જાય છે
  • જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ પડે છે
  • તેઓ જોર જોરથી શ્વાલ લે છે અને ઈન્ટરનલ પ્રેશર વધી જાય છે
  • જેના પ્રેશરના કારણે ફેફસાંમાં કાણું પડી જાય છે અને હવા પ્લૂરાની અંદર પ્રવેશ કરે છે
  • સારવાર ન મળવા પર શ્વાસ પણ બંધ થઈ શકે છે
  • નિષ્ણાતોના અનુસાર, 100માંથી એક કોરોના સંક્રમિતના ફેફસાં પંક્ચર થઈ રહ્યા છે
End plate, news Aayog

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *