રેવાનાં વધામણા, નર્મદા ડેમને સંપૂર્ણ ભરી પીએમ મોદીને અપાશે જન્મદિવસની ભેટ

રેવાનાં વધામણા, નર્મદા ડેમને સંપૂર્ણ ભરી પીએમ મોદીને અપાશે જન્મદિવસની ભેટ

વર્ષ 2017માં પીએમ મોદી(PM modi)એ 17 સપ્ટેમ્બરના રોજ સરદાર સરોવર નર્મદા ડેમ(sardar sarovar narmada dam)નુ લોકાર્પણ કર્યું હતું. ત્યાર બાદ 17 સપ્ટેમ્બર 2020ના રોજ ડેમને સંપૂર્ણ 138.68 મીટર ભરીને પીએમ મોદીના 70માં જન્મ દિવસે પીએમ મોદીને ભેટ અપાશે.

  • 2017માં પીએમ મોદીના જન્મદિવસે થયું હતું સરદાર સરોવરનું લોકાર્પણ
  • 17 સપ્ટેમ્બર 2020ના રોજ ડેમને સંપૂર્ણ ભરી પીએમ મોદીને અપાશે જન્મદિવસની ભેટ
  • ડેમને 138.68 મીટર ભરવામાં આવશે
  • CM વિજય રૂપાણી ગાંધીનગર ઓફિસ માંથી ઓનલાઇન નર્મદાના નિરથી વધામણાં કરી પૂજા અર્ચના કરશે
  • નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સરદાર સરોવર ડેમ પર નર્મદા નિરના વધામણા કરે તેવી સંભાવના

નર્મદા ડેમની સપાટી 138.58 મીટર પર પહોંચી

ડેમને રેવાનાં નીરથી છલોછલ ભરી પીએમ મોદીને જન્મદિવસની ભેટ અપાશે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ છલોછલ ભરવાની સમીપે છે. આ સીઝનમાં પ્રથમ વખત છલોછલ ભરાયો છે. હાલ નર્મદાની જળસપાટી 138.58 મીટર પર પહોંચી છે. અને ગણતરીના કલાકમાં મહત્તમ 138.68 મીટરે પહોંચી જશે. નર્મદા નિગમના અધિકારીઓ સ્ટેન્ડબાય નર્મદા ડેમ પર ગોઠવાય ગયા છે. હાલ ઉપરવાસ માંથી પાણીની આવક પર તંત્ર વોચ રાખી રહ્યું છે.

આ પણ વાંચો : આ ઉંમરના લોકોમાં કોરોનાનો ખતરો ઓછો, પણ વધારી રહ્યા છે ફેલાવો : WHO

News Aayog

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *