સુરતમાં 24 કલાકમાં 255 નવા કોરોનાના કેસો સામે આવ્યા, જાણો વિવિધ ઝોન મુજબ કોરોનાની પરિસ્થિતિ

સુરતમાં 24 કલાકમાં 255 નવા કોરોનાના કેસો સામે આવ્યા, જાણો વિવિધ ઝોન મુજબ કોરોનાની પરિસ્થિતિ

સુરત શહેર અને જિલ્લામાં કોરોનાનો કુલ આંકડો 24,873 પર પહોંચ્યો. ગુરુવારે સાંજ સુધીમાં કુલ 255 નવા કેસ સામે આવ્યા. 1 દર્દીનું મોત થયું સાથે કુલ મૃત્યુઆંક 875 પર પહોંચ્યો. ગઈકાલે શહેરમાં કુલ 279 દર્દીઓ સારા થયા જેથી શહેરમાં અને જિલ્લામાં કુલ 21,532 દર્દીઓ સારા થઇ ઘરે ગયા છે.

ગુરુવારે તંત્ર દ્વારા બહાર પાડેલ માહિતી મુજબ, શહેરમાં 151 અને જિલ્લામાં 104 નવા કોરોનાના પોઝિટિવ કેસ સામે આવ્યા. શહેરમાં કુલ 18,902 પોઝિટિવ કેસમાં 651ના મોત થયા છે. જ્યારે સુરત જિલ્લામાં કુલ 5,971 કેસમાં 224ના મોત થયા છે. શહેરમાંથી 166 દર્દી અને જિલ્લામાંથી 113 ર્દીઓ કોરોનાને માત આપી સાજા થયા જેની સાથે શહેરમાં અત્યાર સુધીમાં કુલ 16,742 દર્દીઓને રજા અપાઈ સાથે જ સુરત શહેરનો રિકવરી રેટ 88.6આ% થઇ ગયો છે. જિલ્લામાં કુલ 4790 દર્દીઓ સાજા થયા છે.

વિવિધ ઝોન મુજબ કોરોનાના આંકડા

ગુરુવારે સુરત શહેરના અઠવા ઝોનમાં સૌથી વધુ 45 નવા પોઝિટિવ કેસ નોંધાયા. ત્યારે સૌથી ઓછા વરાછા-બીમાં 10 નવા કેસ સામે આવ્યા. જિલ્લાની વાત કરીએ તો 24 કલાકમાં સૌથી વધુ ચોર્યાસી તાલુકામાં સૌથી 34 નવા કેસ સામે આવ્યા.

તાલુકા મુજબ કોરોનાના આંકડા

સુરત શહેરમાં એક્ટિવ કેસ પૈકી કુલ 852 લોકો હોસ્પિટલમાં છે. જેમાંથી સિવિલ હોસ્પિટલમાં 171 દર્દીઓ છે અને સ્મીમેર હોસ્પિટલમાં 121 દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. શહેરમાં હાલ 48,914 લોકો હોમ ક્વોરેન્ટાઇનમાં છે. જિલ્લામાં હાલ 5061 લોકો હોમ ક્વોરેન્ટાઇન છે.

આ પણ વાંચો : આજે રાજ્યમાં 1,349 કેસ નોંધાયા, આજે નવા કેસ કરતા રિકવરનો આંકડો વધારે

News aayog End Plate

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *