વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ ‌પર‌ થશે માતૃપ્રેમના થિમ‌‌ પર ‘વિશાલ’ ઉજવણી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ ‌પર‌ થશે માતૃપ્રેમના થિમ‌‌ પર ‘વિશાલ’ ઉજવણી

દુશ્મન દેશ સામેના પડકાર હોય કે આંતરિક ઝંઝાવાદ દેશને અત્યાર સુધી જેમના પર લડી લેવા માટે અગાઢ વિશ્વાસ છે એ નેતૃત્વ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, ભારતના આ 14માં વડાપ્રધાન 17 સપ્ટેમ્બરે તેમનો 71મો વર્ષગાંઠ ઉજવશે. દેશભરમાં સેવા કૃત્ય પ્રવૃત્તિથી લઇ પોત પોતાની રીતે ઇનોવેટિવ અને યાદગાર આ ઉજવણી થાય તેવો દરેક કક્ષાએ પ્રયાસ થતા હોય છે. આ વર્ષે કોરોનાના કારણે જાહેર કાર્યક્રમો જોવા નથી મળવાના ત્યારે દેશના વડાપ્રધાનને એક અનોખી શુભેચ્છા સુરત તરફથી મળવા જઈ રહી છે.

narendra modi news aayog

સુરતના એક કલાકારે એક વર્ષથી આ માટે તૈયારી કરી હતી. વિશાલ કાસુન્દ્રાએ Mother loveની થીમ પર આ ઉજવણી કરવાનું નક્કી કર્યું છે. Wood n Chisel અને Craft Melon નામની કંપનીએ સાથે મળી પીએમ મોદી અને તેમની માતાનું ડિસ્પ્લે તૈયાર કર્યું છે. જેનું સુરત ખાતે 17 સપ્ટેમ્બર પીએમ મોદીના જન્મદિવસ પર અનાવરણ થશે.

narendra modi news aayog

ડિસ્પ્લેની ખાસિયતો

  • Mother loveની થીમ પર તૈયાર કરાયું ડિસ્પ્લે
  • પીએમ મોદીજી અને તેમની માતાનું ડિસ્પ્લે કર્યું તૈયાર
  • 80 હજાર ઓરિજલ વુડ માંથી 10 હજાર અલગ અલગ વુડના ટુકડાનો ઉપયોગ કરી થયું તૈયાર
  • 24 કારીગરોએ 12 મહિના કામ કરી તૈયાર કર્યું ડિસ્પ્લે

આ પણ વાંચો : રેવાનાં વધામણા, નર્મદા ડેમને સંપૂર્ણ ભરી પીએમ મોદીને અપાશે જન્મદિવસની ભેટ

News Aayog

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *