કોરોનાને હરાવી ફરી ફરજ પર હાજર થઈને નર્સનો “દિવ્યા” સેવા મનોરથ

કોરોનાને હરાવી ફરી ફરજ પર હાજર થઈને નર્સનો “દિવ્યા” સેવા મનોરથ

ભારતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. વધતા જતા દર્દીઓની સારવાર દરમિયાન ઘણાં કોરોના વોરિયર્સ પણ કોરોનાગ્રસ્ત થયા છે. પરંતુ તેઓ ફરી સારા થઈને પોતાની ફરજ પર પાછા ફર્યા છે. નવી સિવિલની 27 વર્ષીય નર્સ દિવ્યા બામણે કોરોનાને મ્હાત આપી ફરી પોતાની ફરજ પર જોડાઈને કોરોનાગ્રસ્તોની સારવાર કરી રહ્યા છે.

દિવ્યા બામણ સિવિલ હોસ્પિટલના ICU કોવિડ વોર્ડમાં ફરજ બજાવે છે. તેમણે જણાવ્યું કે, હું છેલ્લા ચાર વર્ષથી સિવિલ હોસ્પિટલમાં ફરજ પર છું. હું ફરજ દરમિયાન તા.21 જુનના રોજ સંક્રમિત થઈ હતી. મેં 11 દિવસ સિવિલમાં સારવાર લઈને સ્વસ્થ થઈ છું. ત્યારબાદ 14 દિવસ હોમ આઈસોલેટ રહીને સ્વસ્થ થઇ છું. હવે ફરી કોરોના દર્દીઓની સારવાર માટે હું ફરજમાં જોડાઈ છું. મારા પરિવાર તરફથી મળતી પ્રેરણા અને ઈશ્વરની કૃપાદ્રષ્ટિથી મને હિંમત મળે છે.

કોરોનાના દર્દીઓ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ થાય ત્યારે તેઓ માનસિક રીતે ભાંગી પડેલા હોય છે. અમે તેમને આશ્વાસન આપી તેમનું મનોબળ મજબૂત કરીએ છીએ. દર્દીઓને તેમના પરિવાર જેવા માહોલ પેદા કરીને દર્દીઓને સારવાર આપીએ છીએ. જયારે, દર્દીઓ સ્વસ્થ કરીને ઘરે પરત મોકલીએ ત્યારે અમને ઘણો આનંદ થાય છે કે આપેલી સેવા સફળ થઇ છે.

End plate, news Aayog

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *