ભારતની બંને સ્વદેશી કોરોના વેક્સીને ફેઝ-2 ટ્રાયલમાં કર્યો પ્રવેશ

ભારતની બંને સ્વદેશી કોરોના વેક્સીને ફેઝ-2 ટ્રાયલમાં કર્યો પ્રવેશ

કોરોના મહામારીની સમગ્ર વિશ્વમાં ફેલાયેલી છે. જેના કારણે લખો લોકોના મૃત્યુ થયા છે. હાલમાં, ભારત સહીત ઘણા દેશો કોરોનાની વેક્સીન બનાવવા દિવસ રાત મહેનત કરી રહ્યા છે. હાલમાં, ચીન અને રશિયાએ વેક્સીન બની ગયા હોવાનો દાવો કર્યો છે. આ દરમિયાન ભારતની બંને સ્વદેશી વેક્સીનનું ફેઝ-1 ટ્રાયલ પૂર્ણ થઈ ગયું છે. ફેઝ-2 માટે વોલેન્ટિયરની ભરતી કરવામાં આવી છે.

બંને સ્વદેશી વેક્સીનનું ફેઝ-1 ટ્રાયલ સફળ

 • ICMRના ડાયરેક્ટર જનરલ ડો. બલરામ ભાર્ગવના જણાવ્યા અનુસાર, ભારતનીં બંને સ્વદેશી વેક્સીન ભારત બાયોટેકની કોવેક્સિન અને ઝાયડસ કેડિલાની કેન્ડિડેટએ ફેઝ-1 ટ્રાયલ પૂરું કરી ચૂક્યા છે.
 • આ વેક્સીન સલામત અને અસરકારક રહી
 • ઝાયડસ કેડિલાએ ફેઝ-2 માટેની ભરતી પૂર્ણ કરી છે
 • 28 દિવસના અંતર બાદ ત્રીજો ડોઝ આપવામાં આવશે
 • ભારત બાયોટેકે કોવેક્સિન માટે પણ ફેઝ-2ની ભરતી કરી છે
 • જેમાં વોલેન્ટિયર્સને બે ડોઝ આપવામાં આવશે
 • સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ ફેઝ-1 ટ્રાયલ પૂરું કર્યું છે
 • જેમાં, 100 વોલેન્ટિયર્સને વેક્સીન ડોઝ આપવામાં આવ્યો છે
 • સાત દિવસ બાદ 14 સાઈટ્સ પર 1,500 વોલેન્ટિયર્સ પર ફેઝ-2 ટ્રાયલ શરૂ થશે

WHOએ તૈયાર થઇ રહેલી વેક્સીનના આપ્યા આંકડા

 • સમગ્ર વિશ્વમાં 180 વેક્સિન વિકસિત થઇ રહી છે
 • 35 વેક્સીન ક્લિનિક ટ્રાયલમાં છે
 • 9 વેક્સીન ફેઝ-3 ટ્રાયલમાં છે
 • જેમાંથી ચાર વેક્સીન ચીનમાં વિકસિત થઈ રહી છે
 • 145 વેક્સીન પ્રી-ક્લિનિકલ ટ્રાયલ ફેઝમાં છે
End plate, news Aayog

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *