ભારતીબેને 72 વર્ષની ઉંમરે કોરોનાને આપી મહાત

ભારતીબેને 72 વર્ષની ઉંમરે કોરોનાને આપી મહાત

રાજ્યમાં વધતા જતા કોરોનાના કેસની સામે સારા થનાર દર્દીઓનો આંકડો પણ વધી રહ્યો છે. હાલમાં કોરોનથી સારા થનાર દર્દીઓનો રિકવરી રેટ 83 % થી વધુ છે. સુરતની નવી સિવિલમાં સારવાર લઈને ઘણાં મોટી ઉંમરના દર્દીઓએ કોરોનાને મહાત આપી છે. સિવિલના કોવિડ વોર્ડમાં દાખલ 72 વર્ષીય ભારતીબેન ચપટવાલાને ઓક્સિજન સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા. ડોક્ટરોની દેખરેખમાં સારવાર લઈને તેમણે કોરોનાને મહાત આપી છે.

ભારતીબેન સુરતના નવસારી બજારમાં ઢબુવાલાની ગલીમાં પરિવાર સાથે રહે છે. તેમણે જણાવ્યું કે, તા.24 ઓગસ્ટે કોરોનાના સામાન્ય લક્ષણો દેખાતા ડોક્ટરને બતાવતા તેમને હોમ આઈસોલેટ થવાની સલાહ આપી હતી. 25 તારીખે શ્વાસ લેવામાં વધુ તકલીફ થવાથી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. સિવિલમાં 17 દિવસની સારવાર લઈને હાલમાં સંપૂર્ણ સ્વસ્થ થઇ ગઈ છું. તેમને સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર્સ અને નર્સિંગ સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચો : કોરોનાના દર્દીના ફેફસાની મજબૂતી કરવા સિવિલમાં સ્પાઈરોમેટ્રી કસરતનો નવતર પ્રયોગ

End plate, news Aayog

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *