નવરાત્રિનું આયોજન થશે કે નહિ ? જાણું શું કહ્યું ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહે

નવરાત્રિનું આયોજન થશે કે નહિ ? જાણું શું કહ્યું ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહે

રાજ્યમાં કોરોના વાયરસ(Gujarat Corona virus)નો કહેર યથાવત છે. દિવસેને દિવસે પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. જો કે અનલોક(Unlock) દરમિયાન કેટલીક છૂટો આપવામાં આવી છે. છતાં હજુ સ્કૂલ, કોલેજે, સિનેમા હોલ વગેરેને છૂટ અપાઈ નથી. રાજ્યમાં કોરોનાના કારણે જાહેરમાં તહેવારો(Festival)ની ઉજવણી કરવામાં પણ પ્રતિબંધ મુક્યો છે. એવા સમયે નવરાત્રિ(Navratri)નું આયોજન કરવું કે નહિ એ સવાલ ઉભો થાય છે. ત્યારે આ અંગે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા(pradip sinh jadeja)એ મહત્વનું નિવેદન આપ્યું હતું,

વિચારણા કરી નિર્ણય લેવાશે

pradip sinh jadeja

રાજ્યમાં નવરાત્રિ યોજવા મુદ્દે ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું કે આ અંગે યોગ્ય સમયે વિચાર કરી નિર્ણય લેવામાં આવશે. સરકાર કોરોનાની ગાઇડલાઇનના પાલન સાથે કેવી રીતે ઉજવણી થાય તેના પર વિચારણા કરી નિર્ણય લેશે.

જો કે થોડા દિવસ પહેલાં અટકળો સામે આવી હતી કે સરકાર નવરાત્રિમાં ગરબા માટે છૂટછાટ આપી શકે છે. નિયમો સાથે છૂટછાટ આપી શકે તેવી સંભાવના વ્યક્ત કરાઈ હતી. રાજકોટના એક ગરબા આયોજકે પાસ બુકિંગની જાહેરાત કરી હોવાના કારણે આ અટકળો સામે આવી હતી. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં હજી પણ મંદિરોમાં દર્શનને લઇને પણ છૂટછાટ આપવામાં આવી નથી. ત્યારે ગણેશચતુર્થી અને લોકમેળા માટે પણ સરકાર દ્વારા છૂટછાટ આપવામાં આવી નથી.

આ પણ વાંચો : જો તમે કરો છો આ ધંધો તો તમારી ખેર નહિ, ‘પાસા’ માં થશે ધરખમ ફેરફાર

News Aayog

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *