સુરતના બાળ સુરક્ષા એકમે નિરાશ્રિત બાળકીને પરિવાર સુધી પહોંચાડીને આપ્યું માનવતાનું ઉત્તમ ઉદાહરણ

સુરતના બાળ સુરક્ષા એકમે નિરાશ્રિત બાળકીને પરિવાર સુધી પહોંચાડીને આપ્યું માનવતાનું ઉત્તમ ઉદાહરણ

કોઈ પણ બાળક માટે સૌપ્રથમ જરૂરી તેના માતા પિતા હોય છે. તેની છત્રછાંયા વગર બાળકોનું ભવિષ્ય અંધકારમય બની જાય છે. સુરતમાં બિનવારસી ખોવાયેલી હાલતમાં મળી આવતા બાળકોને તેને પરિવાર સુધી સુરક્ષિત પહોંચાડવાનું ઉમદા કાર્ય જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા કરવામાં આવી રહ્યું છે. ચાર મહિનાથી ખોવાયેલી બાળકી માયાને બાળ સુરક્ષા એકમે પરિવાર સાથે મિલન કરાવતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા.

surat news aayog

આ ઘટના વિશે બાળ સુરક્ષા અધિકારી જયેન્દ્રસિંહ ઠાકોરે જણાવ્યું કે, સુરતના લિંબાયત પોલીસને એપ્રિલ, 2020માં એક બાળકી બિનવારસી ખોવાયેલી હાલતમાં મળી આવી હતી. જેનું નામ માયા અને ઉંમર 7 વર્ષ જણાવી હતી. આ વિશે બાળકીને કાળજી અને રક્ષણ માટે તા.13 એપ્રિલ, 2020ના રોજ સુરતના રામનગર સ્થિત ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ સંસ્થામાં આશ્રય આપવામાં આવ્યો હતો. ત્યારબાદ બાળ સુરક્ષા એકમે બાળકીના માતા પિતાની તપાસ માટે લિંબાયત પો. સ્ટેશનનો સંપર્ક કર્યો. સંસ્થા દ્વારા બાળકીના કાઉન્સેલીંગમાં જાણવા મળ્યું કે, તેમાં માતા પરવત પાટીયા વિસ્તારમાં રહે છે. તે વિસ્તારના લોકોને પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, બાળાના માતા-પિતા ઘર ખાલી કરીને બીજી જગ્યાએ રહેવા જતા રહ્યા છે.

આ પણ વાંચો : સોનાના ખરીદાર માટે ખુશ ખબર, સરકારની આ સ્કીમ અંતર્ગત મળશે સસ્તું સોનુ

ત્યારબાદ પરવત પાટીયા ચાર રસ્તા તથા આઇ માતા ચોક ખાતે તપાસ કરતા બાળાના કાકા-કાકી મળી આવતા તેમના પાસેથી બાળકીના પિતાનો મોબાઈલ નંબર મેળવ્યો હતો. ત્યારબાદ તેના માતાપિતા એ બાળકી પોતાની હોવાની પુષ્ટિ કરી હતી. માતા-પિતાએ માયાની ઓળખી બતાવતા લાગણીશીલ દ્રશ્યો સર્જાયા હતા. માયાના પરિવારમાં બે ભાઇ અને એક બહેન છે. માયાને સુરક્ષિત રાખવા અને સુપરત કરવા બદલ માતાપિતાએ જિલ્લા બાળ સુરક્ષા એકમનો આભારની વ્યક્ત કર્યો હતો.

End plate, news Aayog

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *