સુશાંત કેસમાં રિયા કરશે સચ કા સામના

સુશાંત કેસમાં રિયા કરશે સચ કા સામના

બોલિવૂડ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના (Sushant Singh Rajput)કેસની તપાસ CBI કરી રહી છે. આ અંગે CBIએ શુક્રવારના રોજ સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીની (Rhea Chakraborty) પૂછપરછ કરી હતી. આ વિશે મળતી માહિતી અનુસાર,CBI રિયા ચક્રવર્તીનો પોલીગ્રાફ ટેસ્ટ કરવી શકે છે. જેના અંતર્ગત, 2-3 દિવસની પૂછપરછ બાદ CBI રિયાનો પોલીગ્રાફ ટેસ્ટ (Lie Detector Test) કરવાની તૈયારીમાં છે. પરંતુ, આ ટેસ્ટ માટે સૌપ્રથમ CBIએ કોર્ટ અને રિયાની પરવાનગી લેવી પડશે.

sushant singh rajput case

CBIના અધિકારીઓની યાદીમાં રિયા સહિત કેટલાક લોકોના નામ મોખરે છે જેમના ટેસ્ટ પર વિચાર થઈ રહ્યો છે. આ અંગે કોઈ અધિકૃત પુષ્ટિ થઈ નથી. પરંતુ જો આ ટેસ્ટ કરાવવાની મંજૂરી મળશે તો CBI રિયા ચક્રવર્તી સહિત તમામ લોકોને દિલ્હી બોલાવીને તેમના ટેસ્ટ કરાવી શકે છે.

રોજે રોજ રિયાના પડતે ગાળિયો કશવા CBIએ શું કરી તૈયારી

CBIએ સુશાંતસિંહ રાજપૂતના કેસને લઈને શુક્રવારે રિયાની 10 કલાક સુધી પૂછપરછ કરી હતી. શુક્રવારે પ્રથમ વખત હાજર થયેલી રિયા સાથે રાત્રે 9 વાગ્યા પછી સાંતાક્રૂજમાં આવેલા DRDOઓ ગેસ્ટ હાઉસની બહાર નિકળી હતી. રિયા ચક્રવર્તી સવારે અંદાજિત 10 વાગ્યે પોતાના ઘરેથી ગેસ્ટ હાઉસ માટે નિકળી હતી. આ જ ગેસ્ટ હાઉસમાં CBIની ટીમે રોકાણ કર્યું છે. રિયા પહેલા સુશાંતના ફ્લેટમાં તેની સાથે રહેતા સિદ્ધાર્થ પિઠાની અને હાઉસ મેનેજર સૈમ્યુલ મિરાંડા DRDO ગેસ્ટ હાઉસ પહોંચ્યા હતા.

આ પણ વાંચો : સુશાંત કેસમાં નાર્કોટેક્સ બ્યુરોની એન્ટ્રી, રિયા સાથે ડ્રગ્સ કનેકશનની થશે તપાસ

CBIએ રિયાને પૂછ્યા આ પ્રશ્નો

 • તને સુશાંતસિંહ રાજપૂતના મોતના સમાચાર કોણે આપ્યા ?
 • ઘટના સમયે તું ક્યાં હતી ?
 • સુશાંતના મોતના સમાચાર મળ્યા પછી તેમના બાંદ્રામાં આવેલા ઘરે ગઈ હતી ?
 • ન ગઈ હોય તો કેમ, ક્યારે અને ક્યા મૃતદેહને જોયો ?
 • શું માટે તે 8 જૂને સુશાંતસિંહ રાજપૂતનું ઘર છોડ્યું હતું ?
 • શું તું ઝગડો કરીને ઘર છોડીને ગઈ હતી ?
 • ઘર છોડીને ગયા પછી તે 9થી 14 જૂન વચ્ચે તેનાથી વાત કરી હતી
 • સુશાંત સાથે શું વાત કરી હતી અને વાત ન કરી તો તેનું કારણ ?
 • ઘર છોડ્યા બાદ સુશાંત સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો ?
 • શું તે તેમના મેસેજ અને કોલ ઈગ્નોર કર્યા હતા ?
 • કર્યા હોય તો શા માટે ઈગ્નોર કર્યા હતા ?
 • સુશાંતને શા માટે બ્લોક કર્યો હતો ?
 • શું સુશાંતે તેમના પરિવારના કોઈ વ્યક્તિ સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો હતો ?
 • શેના માટે વાત કરવાનો પ્રયત્ન કર્યો હતો ?
 • સુશાંતને કઈ કઈ સ્વાસ્થ્ય સમસ્યાઓ હતી ?
 • શું સારવાર ચાલી રહી હતી ?
 • ડોક્ટરો, મનોચિકિત્સકની ડિટેઈલ ?
 • સુશાંતસિંહના પરિવાર સાથે સંબંધ કેવો હતો ?
 • સુશાંતના કેસમાં CBI તપાસની માંગ કેમ કરી હતી ?
 • શું તને કંઈ ગડબડ લાગી હતી ?
End plate, news Aayog

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *