31 ઓક્ટોબરે PM મોદી ગુજરાતની મુલાકાતે, થઇ શકે આ સુવિધાની શરૂઆત

31 ઓક્ટોબરે PM મોદી ગુજરાતની મુલાકાતે, થઇ શકે આ સુવિધાની શરૂઆત

31 ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra modi) ગુજરાતના પ્રવાસે આવી શકે છે. જેને લઇ ઉચ્ચ અધિકારીઓની બેઠકોનો દોર શરૂ થઇ ગયો છે. આ પ્રવાસ દરમિયાન PM મોદી અનેક મોટા પ્રોજેક્ટો(Projects)નો પ્રારંભ કરાવી શકે છે. જેમાં પીએમ મોદીના હસ્તે સી-પ્લેન(C-plane) સુવિધાનો પ્રારંભ થઈ શકે છે.

ગુજરાતમાં સી-પ્લેનનો પ્રારંભ થઇ શકે છે

સી-પ્લેન માટે રિવરફ્રન્ટથી સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં સી-પ્લેનની કવાયત હાથ ધરવામાં આવશે. ઉપરાંત શેત્રુંજ્ય ડેમ, રોઈમાં પણ સી-પ્લેન ચાલુ કરવાની તૈયારી છે. PM કેવડિયાથી સી-પ્લેનમાં રિવરફ્રન્ટ આવી શકે છે. સી પ્લેન માટે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાની ટીમ ગુજરાતની મુલાકાતે આવશે.

તૈયારીઓ શરુ કરાઈ

અમદાવાદ રિવરફ્રન્ટ, સ્ટેચ્યુ ઓફ યુનિટી અને શેત્રુંજય ડેમ, ધરોઈમા 31મી ઓક્ટોબરે સી પ્લેન ચાલુ કરવા માટે કવાયત હાથ ધરવામાં આવી રહી છે. કાર્યક્રમના ભાગરૂપે સ્ટેચ્યુ ઓફ યુનિટીથી સી-પ્લેન દ્વારા પ્રધાનમંત્રી અમદાવાદ રિવરફ્રન્ટ આવી શકે છે. તેના માટે અત્યારથી તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ઉચ્ચ અધિકારીઓ ગુજરાત આવી ગાંધીનગરમાં રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ સાથે આજે બેઠક કરશે.

આ પણ વાંચો : જો તમે કરો છો આ ધંધો તો તમારી ખેર નહિ, ‘પાસા’ માં થશે ધરખમ ફેરફાર

News Aayog

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *