રાહુલ ગાંધીની ડિજિટલ સ્ટ્રાઇક, Facebook પછી આ Appને લઇ મોદી સરકાર પર લગાવ્યા ગંભીર આરોપ

રાહુલ ગાંધીની ડિજિટલ સ્ટ્રાઇક,  Facebook પછી આ Appને લઇ મોદી સરકાર પર લગાવ્યા ગંભીર આરોપ

ફેસબુક(Facebook) બાદ હવે રાહુલગાંધી(Rahul gandhi)એ વોટ્સઅપ(Whatsapp)ને લઇ રાહુલ ગાંધીએ મોદી સરકાર(Modi Government) પર પ્રહારો કર્યા છે. રાહુલ ગાંધીએ ટાઈમ મેગેઝીન(Time Magazine)ના અહેવાલ આધારે મોદી સરકાર પર હુમલો કરતા કહ્યું, વોટ્સઅપ પણ મોદી સરકારના નિયંત્રણમાં છે.

રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, ભારતમાં 40 કરોડ ભારતીયો વોટ્સઅપનો ઉપયોગ કરે છે. વોટ્સઅપ ઈચ્છે છે કે, આ પ્લેટફોર્મનો ઉપયોગ ભારતમાં પૈસા ટ્રાંસફર કરવાના પ્લેટફોર્મ તરીકે પણ કરવામાં આવે. તેના માટે મોદી સરકારની મંજુરી જરૂરી છે. સામે ભાજપ પણ વોટ્સઅપ પર પોતાના નિયંત્રણો લાગુ કર્યા છે.

શું છે ટાઈમ મેગેઝીનના રિપોર્ટ

જે અહેવાલનો હવાલો આપતા રાહુલ ગાંધીએ મોદી સરકાર પર હુમલો કર્યો એ ટાઈમ મેગેઝીનના રિપોર્ટ મુજબ, ભારત ફેસબુકનું સૌથી મોટું માર્કેટ છે અને 32.8 કરોડ લોકો ક્તેનો ઉપયોગ કરે છે જ્યારે વોટ્સએપનો ઉપયોગ કરનારા લોકોની સંખ્યા તેના કરતા પણ વધારે 40 કરોડની આસપાસ છે. આ બંને પ્લેટફોર્મનો ઉપયોગ કેટલીય વાર હેટ સ્પીચ ફેલાવવા માટે કરવામાં આવે છે.

ટાઇમના રિપોર્ટમાં મુજબ ફેસબુક ભાજપના નેતાઓ સાથે ભેદભાવ રાખે છે. અહેવાલનું શીર્ષકએ હતું કે, ભારતના શાસક પક્ષ સાથે ફેસબુકના સંબંધોને લીધે કંપનીની હેટ સ્પીચ સામેની લડત વધુ મુશ્કેલ થઈ રહી છે. આ અહેવાલ ભારતમાં ફેસબુક અને વોટ્સએપના બિઝનેસ અને હેટસ્પીચના ઉપર કરવામાં આવ્યો છે જેના પર રાહુલ ગાંધીએ આ જ અહેવાલ પર પ્રતિક્રિયા આપી છે.

ફેસબુક અને વોટ્સએપ પર ભાજપનો કબજો

અગાઉ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે અમે ક્યારેય ફેક ન્યૂઝ, હેટ સ્પીચ અને પક્ષપાતથી લોકતંત્રને નુકસાન પહોંચવા દઈશું નહી. વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે ફેસબુકે ભાજપ નેતાઓના ભડકાઉ ભાષણ પર એટલે કોઈ કાર્યવાહી ન કરી કારણ કે તેને પોતાનો બિઝનેસ પ્રભાવિત થવાનો ભય હતો.

ઉલેલ્ખનીય છે કે, ફેસબુક વિવાદ પર કોંગ્રેસે ખૂબ હુમલાઓ કર્યા અને ફેસબુકના માલિકને પત્ર પણ લખ્યો હતો. રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યું હતું કે, ભાજપ અને આરએસએસનો ફેસબુક અને વોટ્સએપ પર કબજો છે. અને આ માધ્યમથી ફેક ન્યૂઝ ફેલાવવાનું કામ કરવામાં આવે છે અને તેનાથી મતદાતાઓને પ્રભાવિત કરવામાં આવે છે.

આ પણ વાંચો : નવરાત્રિનું આયોજન થશે કે નહિ ? જાણું શું કહ્યું ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહે

News Aayog

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *