70 % કોરોના સંક્રમણને મહાત આપતા 75 વર્ષના વસંતભાઈ

70 % કોરોના સંક્રમણને મહાત આપતા 75 વર્ષના વસંતભાઈ

રાજ્યમાં કોરોના સંક્રમણ દિવસેને દિવસે વધતો જાય છે. જેની સાથે ઘણા લોકોએ કોરોના વાયરસને મહાત આપીને સારા પણ થયા છે. આજ પ્રકારે સુરતના ડીંડોલી વિસ્તારના 75 વર્ષીય વસંતભાઈ રેમજે કોરોનાને મહાત આપી છે. તેઓ ડીંડોલી વિસ્તારના નંદનવન સોસાયટીમાં રહે છે. તેમને તાવ,શરદી ખાંસીના લક્ષણ દેખાતા તેમણે ફેમિલી ડોક્ટરને ચકાસણી કરાવતા ઓક્સિજન લેવલ 70 થી 72 % જણાતા તેમને તાત્કાલિક નવી સિવિલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. તેમનો રિપોર્ટ તા.12 જુલાઈના રોજ રિપોર્ટ પોઝિટીવ આવતાં, તેમને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. રિપોર્ટમાં ફેફસામાં 60થી 70 % કોરોનાનું સંક્રમણ જણાયું હતું. તેમણે 4 દિવસ બાદ તબિયતમાં સુધારો જણાતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી અને આગામી સારવાર માટે તા.16 જુલાઈએ ચૌટા બજાર સ્થિત સુરત ચેરિટી ફંડ સંસ્થા સંચાલિત પી. ટી. શેઠ જનરલ હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યાં હતા..

તેમણે પોતાનો હોસ્પિટલનો અનુભવ જણાવતા કહ્યું કે, તબીબો અને નર્સિંગ સ્ટાફ દર્દીઓને સ્વજનની જેમ જ સાર-સંભાળ રાખતા. તે ઉપરાંત, પરિવાર સાથે વિડીયો કોલથી વાત કરાવી આશ્વાસન આપતા કે ‘જલ્દી સ્વસ્થ થઈને ઘરે આવશે.’ તેમણે કહ્યું કે, હું સ્મીમેર હોસ્પિટલના તબીબોનો ઋણી છું. વૃદ્ધાવસ્થામાં કોરોનામુક્ત થઈને જિંદગીની નવી રાહ મળી છે. હોસ્પિટલમાં ડોક્ટરો વડીલ દર્દીઓને પોતાના માતાપિતા સમાન સમજીને તેમની સેવા કરે છે. તે ઉપરાંત, પી.ટી.શેઠ હોસ્પિટલમાં પણ મને નિ:શુલ્ક સારવાર આપવામાં આવી હતી.

આ પણ વાંચો : સુરતના બાળ સુરક્ષા એકમે નિરાશ્રિત બાળકીને પરિવાર સુધી પહોંચાડીને આપ્યું માનવતાનું ઉત્તમ ઉદાહરણ

હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સ્મીમેર હોસ્પિટલના નોડલ ઓફિસર પુનિત નૈયર ડોકટરો અને સ્ટાફ સાથે રોજિંદા ચર્ચા કરીને દર્દીઓને કોઇ મુશ્કેલી ન પડે તેની તકેદારી રાખે છે. તેમજ મહાનગરપાલિકા દ્વારા સ્મીમેર અને સિવિલમાં દર્દીઓને નિઃશુલ્ક સારવાર કરવાનું પણ ઉત્તમ કાર્ય કરવામાં આવી રહ્યું છે.

End plate, news Aayog

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *