શું છે રાશન કાર્ડ પોર્ટેબિલિટી ?, જાણો તેનાથી કાર્ડ ધારકોને કેવી રીતે થશે ફાયદો

શું છે રાશન કાર્ડ પોર્ટેબિલિટી ?, જાણો તેનાથી કાર્ડ ધારકોને કેવી રીતે થશે ફાયદો

દેશમાં મોદી સરકારે રાશન કાર્ડને લઈએ મહત્વનો નિર્ણય લીધો છે. હવે જેમ મોબાઈલ નંબર પોર્ટેબિલિટી કરો છો તે પ્રમાણે હવે રાશન કાર્ડને પણ પોર્ટ કરી શકાય છે. હવે, તમે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જાવ છો તો પોતાના રાશન કાર્ડનો વપરાશ કરી બીજા રાજ્યમાંથી પણ સરકારી રાશન ખરીદી શકો છો.

રાશન કાર્ડ સાથે આધાર કાર્ડ હોવું જરૂરી

રાશન કાર્ડ પોર્ટેબિલિટી માટે પીડીએસ દુકાન પર ઈલેક્ટ્લોનિક્સ પોઈન્ટ ઓફ સેલ ડિવાઈસથી વેરિફિકેશન હોય છે. જેમાં, તે માટે વેરિફિકેશનના સમયે રાશન કાર્ડ અને આધાર કાર્ડ સાથે હોવુ જરૂરી છે. તમારુ વેરિફિકેશન આધાર નંબર પરથી જ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, તમારું રાશન કાર્ડ બિહારનું છે. હવે તે રાશન કાર્ડ દ્વારા ઉત્તર પ્રદેશ, દિલ્હી અથવા મુંબાઈમાં ઉચિત મૂલ્ય પર સરકારી રાશન ખરીદી શકે છે. આ નિર્ણય બાદ કોઈપણ પ્રકારની સીમા અથવા નિયમોનું ઉલ્લંઘન થશે નહી. જેથી દેશના કોઈપણ રાજ્યમાં રાશન ખરીદી શકે છે. આ માટે કોઈ નવા રાશનકાર્ડની જરૂરિયાત રહેશે નહી, જૂનું રાશનકાર્ડ જ માન્ય રહેશે.

આ પણ વાંચો : ભાજપ પ્રદેશ પ્રમુખની રેલીના ગણતરીના દિવસ બાદ ભાજપના બે મોટા નેતાઓ આવ્યા ચપેટમાં

વન નેશન વન રાશન કાર્ડ યોજના

જો કોઈ રાશનકાર્ડધારક જે દુકાનમાંથી રાશન લઈને આવી ગયા છે અને તે સિવાય કોઈ બીજી જગ્યાએથી રાશન લે છે તો તેમનું નામ કોટાની દુકાનમાંથી કાઢી નાખવામાં આવશે. આ માટે વન નેશન વન રાશન કાર્ડ યોજના લાગુ કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત, ગ્રાહકને દેશમાં ગમે ત્યાંથી રાશન ખરીદી શકે છે.

End plate, news Aayog

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *