સમગ્ર રાજ્યમાં આત્મનિર્ભર યોજનાના સૌથી વધુ લાભાર્થી સુરતના, 19,682 લોકોએ લીધી આટલા કરોડની લોન

સમગ્ર રાજ્યમાં આત્મનિર્ભર યોજનાના સૌથી વધુ લાભાર્થી સુરતના, 19,682 લોકોએ લીધી આટલા કરોડની લોન

કોરોના મહામારી(corona pendemic)ના કારણે લોકોના ધંધા-રોજગારને ભારે નુકસાન થવા પામ્યું છે. જેને લઇ સરકાર દ્વારા આત્મનિર્ભર ભારત અભિયાન(Atmnirbhar bharat campaign) ચલાવવામાં આવી રહ્યું છે. જેના ભાગ રૂપે નાના વ્યવસાય, ઉદ્યોગકારોને ફરી બેઠા કરવા રાજ્ય સરકાર દ્વારા ‘આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના’ની જાહેરાત કરવામાં આવી છે. આ યોજનામાં વ્યાજ પર 6% સબસીડી અને યોજના-૨માં વ્યાજ પર 4% સબસીડીનો લાભ મળે છે. જે હેઠળ સૌથી વધુ સુરત જિલ્લામ અત્યાર સુધીમાં 19,681 લાભાર્થીઓએ લાભ લીધો છે.

રાજ્યમાં સૌથી વધુ સુરત જિલ્લામાં લોકોએ લીધી લોન

આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાનો સમગ્ર રાજ્યમાં સૌથી વધુ સુરત જિલ્લાના લાભાર્થીઓ લાભ લઇ ચુક્યા છે. સુરત જિલ્લામાં કુલ 59 ક્રેડિટ સોસાયટીઓ, 17 નાગરિક બેન્ક અને 1 ડિસ્ટ્રિકટ બેન્ક દ્વારા સહાય આપવામાં આવી રહી છે. જેમાંથી કુલ 19,681 લાભાર્થી લાભ લઇ ચુક્યા છે. જેમાં કુલ 189 કરોડ 70 લાખ રૂપિયા કરતા વધુની રકમની લોનસહાય સરકાર દ્વારા આપવામાં આવી છે.

બેંકો દ્વારા અપાયેલ લોન

  • ક્રેડિટ સોસાયટી દ્વારા 4.608 લોકોને 44 કરોડ ૧૫ લાખ કરતા વધુની રકમની આત્મનિર્ભર લોન આપવામાં આવી
  • નાગરિક બેન્કો દ્વારા 14,559 લોકોને 141 કરોડ 29 લાખ કરતા વધુની રકમ ફાળવવામાં આવી
  • ડિસ્ટ્રિકટ બેન્કો દ્વારા 504 લોકોને 4 કરોડ 25 લાખ રૂપિયાના રકમની લોન અપાઈ

આ પણ વાંચો : બે દિવસ વિરામ પછી ફરી વરસાદની ધમાકેદાર બેટિંગ શરુ થશે, રાજ્યમાં આટલા દિવસ ભારે વરસાદની આગાહી

News Aayog

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *