નેશનલ રિક્રૂટમેન્ટ એજન્સીની શું હશે વિશેષતાઓ, જાણો કેવી રીતે બદલાશે ભરતીની પ્રક્રિયા

નેશનલ રિક્રૂટમેન્ટ એજન્સીની શું હશે વિશેષતાઓ, જાણો કેવી રીતે બદલાશે ભરતીની પ્રક્રિયા

સરકારી જાણકારી પ્રમાણે નેશનલ રિક્રૂટમેન્ટ એજન્સી (NRA) એક એવી એજન્સી તરીકે કામ કરશે, જેની દેખરેખ હેઠળ રેલવે મંત્રાલય, નાણાંકીય મંત્રાલય, સ્ટાફ સિલેક્શન કમિશન, રેલવે ભરતી બોર્ડ અને બેંકિંગ પર્સન સિલેક્શન ઈન્સ્ટીટ્યૂટના પ્રતિનિધિઓ સામેલ હશે.

કેન્દ્ર સરકાર NRA હેઠળ ખ- ગ (નોન-ટેક્નીકલ) પદની ઉમેદવારોની સ્ક્રિનીંગ કરવા માટે સામાન્ય યોગ્યતા પરીક્ષાનું આયોજન કરશે. સરકારી જાણકારી પ્રમાણે, NRA આધુનિક પ્રક્રિયાનું પલન કરીને ખાલી પદો પર ભરતી કરશે.

NRA શું છે?

હાલમાં સરકારી નોકરી મેળવવા ઈચ્છતા ઉમેદવારોએ અલગ અલગ પદો માટે અલગ અલગ રિક્રૂટમેન્ટ એજન્સીઓ દ્વારા લેવામાં આવતી અલગ અલગ પરીક્ષાઓ આપવી પડે છે. ઉમેદવારોએ દરેક એજન્સીને પૈસા આપવા પડે છે અને તે પદ માટેની પરીક્ષા આપવા માટે પણ અલગ અલગ જગ્યાઓએ જવું પડતું હોય છે.

આ વારંવાર કરવામાં આવતા ખર્ચા, કાનૂન અને વ્યવસ્થા સંબંધિત મુદ્દા અને પરીક્ષા કેન્દ્રો સંબંધિત અનેક મુશ્કેલીઓ પણ સામેલ છે. આ પરીક્ષાઓમાં 2.5 થી 3 કરોડ જેટલા ઉમેદવારો સામેલ થાય છે. કોમન એલિજીબલીટી ટેસ્ટ (CET) દ્વારા ઉમેદવારે એક જ પરીક્ષા આપવી પડશે અને ઉચ્ચ સ્તરની પરીક્ષા માટે આ બધી એજન્સીઓમાં આવેદન કરી શકશે. આ પરીક્ષા આપનાર ઉમેદવાર એક સાથે ઘણા પદો પર અરજી કરી શકશે.

NRA અને CETની મુખ્ય વિશેષતાઓ

NRA વર્ષમાં બે વખત ઓનલાઈન માધ્યમથી CETનું આયોજન કરશે. ઉમેદવારનું રજીસ્ટ્રેશન, રોલ નંબર, એડમિટ કાર્ડ, રીઝલ્ટ અને મેરિટ લીસ્ટ ઓનલાઈન મેળશી શકશે. CET ઘણી ભાષામાં ઉપલબ્ધ કરવામા આવશે, જેથી કરીને ઉમેદવારોને તેમની આવડતી ભાષામાં કામ કરવાનું સરળ રહે. આમ કરવાથી દેશના દરેક ભાગમાંથી ઉમેદવારો પરીક્ષા આપી શકશે અને દરેકને સમાન તક ઉપલબ્ધ કરાશે.

CET વૈકલ્પિક પ્રશ્નો પર આધારિત હશે અને તેનો સ્કોરકાર્ડ ત્રણ વર્ષ સુધી માન્ય ગણાશે. આ માટે દરેક જિલ્લામાં એક પરીક્ષા કેન્દ્ર બનાવવામાં આવશે. જેમાં 117 જેટલા આકાંક્ષી જિલ્લા પણ સામેલ છે. શરૂઆતમાં દેશભરમાં 1000 જેટલા કેન્દ્રો સ્થાપિત કરવાની યોજના છે.

બધી પદો માટેની એક પરીક્ષાને લીધે ઉમેદવાર સહિત સરકારને પણ થતા ખર્ચામાં ઘટાડો થશે અને એક ટ્રાન્સપરન્ટ પ્રક્રિયા જોવા મળશે. તે સિવાય ગ્રામીણ ક્ષેત્રના લોકો પણ આ પદો માટે અપ્લાઈ કરી શકશે અને ખાસ કરી મહિલાઓ માટે લાભદાયી સાબિત થશે. 

End plate, news Aayog

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *