416 વર્ષ પહેલા આજના દિવસે સુવર્ણ મદિરમાં થઈ હતી ગ્રંથ સાહેબની સ્થાપના

416 વર્ષ પહેલા આજના દિવસે સુવર્ણ મદિરમાં થઈ હતી ગ્રંથ સાહેબની સ્થાપના

દરેક ધર્મનો પોતાનો એક પવિત્ર ગ્રંથ હોય છે. સનાતન ધર્મમાં વેદ, પુરાણ, ગીતા, ઈસ્લામમાં કુરાન, ખ્રિસ્તીમાં બાઈબલ અને શીખ ધર્મમાં ગુરુ ગ્રંથ સાહેબને પવિત્ર ગ્રંથ માનવામાં આવે છે. આજનો દિવસ એટલે કે 27 ઓગષ્ટની તારીખ શીખ ધર્મના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરોથી સામેલ છે. અસલમાં 416 વર્ષ પહેલા આજના દિવસે અમૃતસરના સુવર્ણ મંદિરમાંગુરુ ગ્રંથ સાહેબની સ્થાપના કરવામાં આવી હતી. આ ઘટના સિવાય પણ બીજી એવી ઘટનાઓ છે જે અંગે જાણવું જોઈએ, તો ચાલો જોઈ લઈએ.

1604- અમૃતસરના સુવર્ણ મંદિરમાં ગુરુ ગ્રંથ સાહેબની સ્થાપના

1870- ભારતના પહેલા મજૂર સંગઠનના રૂપમાં શ્રમજીવી સંઘની સ્થાપના કરવામાં આવી

1781- હૈદર અલીએ બ્રિટિશરો વિરુદ્ધ પલ્લીલોરનું યુદ્ધ લડ્યું

1907- ક્રિકેટના મહાન બેટ્સમેન સર ડોન જ્યોર્જ બ્રેડમેનનો જન્મ થયો

1939- જેટ ઈંધણવાળા વિશ્વના પહેલા વિમાને જર્મનીથી ઉડાણભરી

1947- આઝાદી મળવાના 12 દિવસ બાદ દેશની સંવાદ સમીતિ પ્રેસ ટ્રસ્ટ ઓફ ઈન્ડિયાની સ્થાપના

1950- ટેલિવીઝનની દુનિયાના ઈતિહાસમાં બીબીસીએ પહેલી વખત લાઈવ પ્રસારણ કર્યું

1985- નાઈજીરિયામાં સૈન્યના મેજર જનરલ મહોમ્મદ બુહરીની સરકારનો પલટો

1990- વોશિંગ્ટનમાંથી ઈરાકી દૂતાવાસના 55 માંથી 36 કર્મચારીઓને અમેરિકાએ બહાર કાઢી મૂક્યા

1991- માલદોવાએ સોવિયેટ સંઘમાંથી આઝાદી મેળવી હોવાની જાહેરાત કરી

1999- ભારતે કારગિલ યુદ્ધ દરમિયાન બંધી બનાવેલા પાકિસ્તાની સૈનિકોને છોડી મૂક્યા

1999- સોનાલી બેનર્જી ભારતની પહેલી મહિલા મરિન એન્જીનિયર બની

2003- 60 હજાર વર્ષ પછી મંગળ પૃથ્વીની સૌથી નજીક પહોંચ્યોં

2004- પાકિસ્તાનના નાણાંકીય મંત્રી શૌકત અઝીઝે દેશની કમાન સંભાળી

2018- ભારતના નિરજ ચોપરાએ જાકાર્તામાં રમાયેલી એશિયન મેન્સ ચેમ્પિયનશીપમાં ભાલા ફેંક સ્પર્ધામાં ગોલ્ડ જીત્યો

2018- સ્પાઈસ જેટે દેશનું પહેલું જૈવિક જેટ ઈંધણથી ચાલનારા વિમાનનું પરિક્ષણ કર્યું

End plate, news Aayog

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *