કયા કારણોને લીધે સુશાંત કેસમાં સંદીપ સિંહના કનેક્શનને મહત્ત્વનું માનવામાં આવે છે

કયા કારણોને લીધે સુશાંત કેસમાં સંદીપ સિંહના કનેક્શનને મહત્ત્વનું માનવામાં આવે છે

સંદીપ સિંહનું નામ સુશાંત સિંહ રજપૂતના કેસમાં અચાનક લાઈમ લાઈટમાં આવી રહ્યું છે, પરંતુ સંદીપ સિંહની શું ભૂમિકા છે તે અંગે ઘણા ઓછા લોકોને જાણ હશે. સુશાંતની મોત પછી સંદીપ તેની ક્રિયા કર્મથી લઈને મુંબઈના કપૂર હોસ્પિટલમાં જોવા મળ્યો છે. જ્યારે સુશાંતની એક્સ અંકિતા પોલીસને મળવા તેના ઘરે પહોંચી હતી, ત્યારે પણ ત અંકિતા સાથે હતો. આ સિવાય તે પોતાને સુશાંતનો ઘણો સારો મિત્ર હોવાનો દાવો કરે છે. તો ચાલો જોઈ લઈએ સંદીપ સાથે જોડાયેલી કેટલીક મહત્ત્વની વાતો અંગે.

બિહારના મુઝફ્ફરપુરનો રહેવાસી સંદીપ મુંબઈ પોતાનું ભણતર પૂરુ કરવા માટે આવ્યો હતો. તેને પત્રકાર બનવું હતું અને તે માટે તેણે ઘણા નાના-મોટા મેગેઝીન અને મીડિયા કંપનીઓ સાથે કામ કર્યું હતું. પોતાની મીઠી બોલીને લીધે તને રેડિયોમાં કામ કરવાની તક મળી અને ત્યાર પછી તેના કરિયરનો ગ્રાફ ઊંચો થયો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

રેડિયો સ્ટેશનમાં કામ કરતા કરતા સંદીપે બોલિવુડના વિવિધ સેલિબ્રિટીઓ સાથે સારો સંબંધ બનાવી લીધો હતો. તેમાના એક સંજય લીલા ભણશાલી પણ છે. મળેલી માહિતી પ્રમાણેસાંવરિયા ફિલ્મ દરમિયાન તે સંજય સરનો ખાસ અને માનીતો દોસ્ત બની ગયો હતો અને એટલો સારો સંબંધ હતો કે તેને સંજય સરે પોતાની કંપનીનો સીઈઓ પણ બનાવી દીધો હતો.

સંદીપે આ દરમિયાન 6 ફિલ્મ અને એક ટીવી સિરીયલ પણ બનાવી હતી. 2015માં સંજય સરની કંપની છોડીને તે જાતે પ્રોડ્યુસર બની ગયો હતો. તેણે લીજેન્ડ ગ્લોબલ સ્ટુડિયો નામની પોતાની કંપની ખોલી અને તેના બેનર હેઠળ અલીગઢ, ભૂમિ, સરબજીત અને પીએમ નરેન્દ્ર મોદી જેવી ફિલ્મો બનાવી. આ સિવાય મોરેશિયસના એક સેક્સ સ્કેન્ડલમાં પણ તેનું નામ આવ્યું હતું.

સંદીપ સુશાંત અને અંકિતાનો મિત્ર છે. અંકિતા અને સુશાંતના અલગ થયા પછી સંદીપ અંકિતા સાથે ઘણી વખત જોવા મળતો હતો, પરંતુ તે સુશાંત સાથે ક્યારેય જોવા મળ્યો નથી. પરંતુ સુશાંતના મોત પછી તેણે મીડિયામાં કહ્યું હતું કે તે અને સુશાંત સારા મિત્રો હતા. સુશાંતના અંતિમ સંસ્કારમાં તે સુશાંતની બહેન મીતુ સાથે જોવા મળ્યો હતો. પરંતુ બીજી બાજુ સુશાંતના પરિવારે કોઈ પણ સંદીપ નામના વ્યક્તિને જાણતા ન હોવાનું જણાવ્યું હતું.

સુશાંતના આત્મહત્યા કરવાના દિવસે સંદીપે પોતાના ફોન પરથી જ કોલ કરીને એમ્બ્યુલન્સને સુશાંતની ડેડ બોડી લેવા માટે બોલાવી હતી. કહેવામાં આવી રહ્યું છે કે સુશાંતની મોત પછી સૈથી પહેલા તેના ઘરે પહોંચનાર લોકોમાં સંદીપ પણ હતો. પરંતુ એમ્બ્યુલન્સ ડ્રાઈવરે કહ્યું હતું કે તે સંદીપને જાણતો નથી.

આ સિવાય સંદીપની દુબઈની મુસાફરીને પણ સુશાંતની મોત સાથે જોડવામાં આવી રહી છે. સુબ્રમણ્ય સ્વામીએ  સંદીપના દુબઈ કનેક્શનના જાણકારી ટ્વીટ કરીને આપી હતી. તેમણે સંદીપને એક સુશાંત કેસમાં શંકાસ્પદ વ્યક્તિ હોવાનું કહ્યું હતું.

End plate, news Aayog

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *