આ માસ્ક તેના સંપર્કમાં આવનારા વાયરસને જાતે જ કરશે નાશ, અઢળક ખાસિયતો સાથે કિંમત માત્ર આટલી…

આ માસ્ક તેના સંપર્કમાં આવનારા વાયરસને જાતે જ કરશે નાશ, અઢળક ખાસિયતો સાથે કિંમત માત્ર આટલી…

ભારત (INDIA) સહિત સમગ્ર વિશ્વમાં ફેલાયેલા કોરોના વાયરસથી (corona virus) બચવા માટે માસ્ક (mask) પહેરવો આવશ્યક બની ગયો છે. આ માટે સરકાર પણ સતત લોકોને અપીલ કરી રહી છે. કોરોના મહામારી આવ્યા બાદ વિશેષ સુરક્ષા આપતા માસ્ક પણ માર્કેટમાં જોવા મળી રહ્યા છે. હાલમાં, ગ્રાહકોની ડિમાન્ડને આધારે માર્કેટમાં ઘણી કંપનીઓ અલગ અલગ પ્રકારના માસ્ક લોન્ચ કરે છે. જેમાં, હાલમાં યુનિમાસ્ક (unimask) કંપનીએ એન્ટિવાઈરલ ટ્રીટેડ માસ્ક લોન્ચ કર્યો છે. આ માસ્કને લઈને કંપનીએ દાવો કરતા કહ્યું છે કે, આ માસ્કના સંપર્કમાં આવ્યા બાદ વાઈરસ નાશ પામે છે.

આટલી છે માસ્કની કિંમત

કંપનીના જણાવ્યા અનુસાર, આ માસ્કની કિંમત તમામ લોકોના વર્ગને પરવડે તે રીતે નક્કી કરવામાં આવી છે. આ માસ્કની કિંમત 495 રૂપિયા છે. આ માસ્ક વ્હાઈટ, વાઈન રેડ અને બ્લૂ કલરમાં ઉપલબ્ધ છે. આ માસ્કને www.unimask.in અને માર્કેટપ્લેસ પરથી ખરીદી શકાય છે. આ માસ્કને 100% કોટનથી બનાવવામાં આવ્યું છે. જેથી તે સ્કીન સાથે ઈકો ફ્રેન્ડલી પણ છે. તેમજ ટકાઉ પણ છે. આ માસ્કને વારંવાર ધોવા પર તેની ગુણવત્તા પર કોઈ ફરક પડતો નથી. કંપનીના જણાવ્યા અનુસાર, માસ્ક તમામ પ્રકારની ત્વચા માટે અનુકૂળ છે. તેમાં એન્ટિ વાઈરલ ટ્રીટમેન્ટ સાથે 100% હાઈ ક્વોલિટીવાળા ફેબ્રિકનો ઉપયોગ થયો છે. આ માસ્ક સ્ટાઈલિશની સાથે આરામદાયક પણ છે.

આ પણ વાંચો : દુનિયાના આટલા ટકા કેસ ભારતમાં, શું બની ગયું છે નવું કોરોનાનું કેન્દ્ર ?

આ માસ્ક નવી હેલ્થગાર્ડ ટેક્નોલોજીથી સજ્જ

કંપનીના CEO કપિલ ભાટિયાના જણાવ્યા અનુસાર, આ માસ્કને મજબૂત કોટન ફેબ્રિકથી તૈયાર કરવામાં આવ્યા છે. તેમજ તેમાં કોઈ પણ હાનિકારક તત્ત્વોનો ઉમેરો કરવામાં આવ્યો નથી. આ માસ્ક કોવિડ-19 વાઈરસ સામે સુરક્ષા આપે છે.

End plate, news Aayog

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *