શું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કહેવા પર ધોની રમશે T-20 વર્લ્ડ કપ ? આ ખેલાડીએ જણાવ્યું

શું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કહેવા પર ધોની રમશે T-20 વર્લ્ડ કપ ? આ ખેલાડીએ જણાવ્યું

મહેન્દ્ર સિંહ ધોની(Mahensra singh dhoni)એ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ(international Cricket) માંથી સન્યાસ(retirement) લઇ લીધો છે. પરંતુ પાકિસ્તાની ક્રિકેટ ટીમના પૂર્વ બોલર શોએબ અખ્તર(soaib akhtar)ને લાગે છે કે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી(PM narendra modi), આવતા વર્ષે યોજાનાર તે t-20 વર્લ્ડ કપ માટે ધોનીને અનુરોધ કરી શકે છે.

ધોની એક માત્ર એવા કેપ્ટન છે ત્રણે ટ્રોફી જીત્યા છે. એમના નેતૃત્વમાં ભારતે વર્ષ 2007માં પહેલો ટી 20 વર્લ્ડ કપ જીત્યો હતો. ત્યાર પછી 2011માં એક દિવસીય વર્લ્ડ કપ અને 2013માં ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. સાથે 2010 અને 2016માં એશિયા કપ પણ જીત્યો હતો. ધોનીએ 2004માં આંતરરાષ્ટ્રીય મેચમાં ડેબ્યુ પછી 350 વન ડે ઇન્ટરનેશનલ, 90 ટેસ્ટ અને 98 ટી-20 ઇન્ટરનેશનલ મેચ રમી છે.

ધોની ટી-20 વર્લ્ડ કપ રમી શકે છે

ધોની પાસે ત્રણે પ્રકારની મેચ મળીને 17,266 રન બનાવ્યા છે.એક યુટ્યુબ ચેનલ બોલ વસીમ પર તેમણે કહ્યું કે 2021નો ટી-20 વર્લ્ડ કપનો નિર્ણય એક ખેલાડીનો હોવો જોઈએ. તેમણે કહ્યું, મને લાગે છે કે ધોની ટી-20 વર્લ્ડ કપ રમી શકે છે.જેવી રીતે ભારત પોતાના સીતારાઓનું સન્માન કરે છે, એમને ઓળખ આપે છે, એને જોઈને હું કહી શકું છું કે ધોનીએ ટી-20માં જરૂર દેખાવું જોઈએ. પરંતુ આ ખેલાડીની પોતાની પસંદ હોય છે. ‘

પ્રધાનમંત્રી ધોનીને ટી-20 વર્લ્ડ કપ રમવા અનુરોધ કરી શકે છે : શોએબ

અખ્તરે આગળ કહ્યું, ‘પાછી એ જ વાત છે કે, ધોની બધું જીતી ચુક્યા છે. રાંચીથી આવેલ એક ખેલાડીએ આખા ભારતે ઝૂમવા પર મજબુર કરી દીધા બીજું શું જોઈએ. અંતમાં એ મહત્વનું છે કે દુનિયા તમને યાદ કરે અને ભારત જેવો દેશ તમને ક્યારેય નહિ ભૂલે’ તેમણે કહ્યું કે, ભવિષ્યમાં પીએમ નરેન્દ્ર મોદીના અનુરોધ પર ધોની પરત આવી શકે છે. તમે કઈ ન કહી શકો. પ્રધાનમંત્રી એમને ફોન કરી ટી-20 વર્લ્ડ કપ રમવાનો અનુરોધ કરી દે. એ પણ થઇ શકે છે. ઇમરાન ખાનને જનરલ જીયા-ઉલ-હકએ 1987 પછી ક્રિકેટ ન છોડવા કહ્યું હતું.

રાવલપિંડી એક્સપ્રેસે કહ્યું કે, ‘તમે પ્રધાનમંત્રીને ના નહિ કહી શકો.’ અખ્તરે એ પણ કહ્યું કે ધોનીએ એક શાનદાર ફેરવેલ મળવું જોઈતું હતું. 45 વર્ષીય આ પૂર્વ ખેલાડીએ કહ્યું, ‘ભારત ધોનીને એક ફેરવેલ મેચ આપવા માટે તૈયાર થઇ જશે. આ મારો વિશ્વાસ છે. જો તેઓ પોતે નથી ઇચ્છતા તો અલગ વાત છે. પરંતુ ભારત તૈયાર હશે. તેમની છેલ્લી એક-બે ટી-20 મેચ જોવા આખું સ્ટેડિયમ ભરેલું હશે.

આ પણ વાંચો : સમગ્ર ગુજરાતમાં હજુ આટલા દિવસ વારસાદની ભારે આગાહી, રાજ્યનાં અનેક જળાશયો હાઈએલર્ટ પર

News aayog End Plate

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *