IPL થશે પણ આ કડક રૂલ્સનું પાલન અનિવાર્ય, BCCIએ જાહેર કરી માર્ગદર્શિકા

IPL થશે પણ આ કડક રૂલ્સનું પાલન અનિવાર્ય, BCCIએ જાહેર કરી માર્ગદર્શિકા

UAEમાં રમાનાર IPL 2020 સીઝન પહેલા BCCIએ એક માનક સંચાલન પ્રક્રિયા (SOP)ને ફ્રેન્ચાઈઝીઓને સોંપી દીધી છે. આ SOPમાં IPLની બધી આઠ ટિમો માટે અલગ-અલગ હોટલ, UAE માટે રવાના થવા પહેલા ભારતથી પહેલા બે અનિવાર્ય નેગેટિવ કોવિડ-19 ટેસ્ટના રિપોર્ટ અને જૈવ સુરક્ષિત પ્રોટોકોલના ઉલ્લંઘન પર સજા જેવી વાતો સામેલ છે.

UAE રવાના થવા પહેલા બે ટેસ્ટ કરાવવાના રહેશે

પીટીઆઈ મુજબ SOPમાં કહેવામાં આવ્યું છે કે પ્રત્યેક ફ્રેન્ચાઈઝીની મેડિકલ ટિમ આ વર્ષે 1 માર્ચથી બધા ખેલાડી અને સપોર્ટ સ્ટાફથી મેડિકલ અને ટ્રાવેલ હિસ્ટ્રી ભેગી કરી. ફ્રેન્ચાઇઝીઓના પસંદગીના શહેરમાં ભેગા થવા પહેલા બધા ભારતીય ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફે બે COVID-19 PCR ટેસ્ટ કરાવવા પડશે(ટિમોના ભેગા થયા પહેલા, 24 કલાકના અંતરાલમાં બે વખત). આનાથી UAE માટે રવાના થવા પહેલા સંક્રમણનું જોખમ ઓછું કરવામાં મદદ મળશે.

નિયમોનું ઉલ્લંઘન કરવા પર થશે દંડ

ખેલાડીઓ અને ટીમના સપોર્ટ સ્થાફ દ્વારા કોઈ પણ જૈવ સુરક્ષિત વાતાવરણથી જોડાયેલ પ્રોટોકોલનું ઉલ્લંઘન IPLની આચાર સંહિતા હેઠળ દંડનીય હશે. COVID-19 ટેસ્ટમાં પોઝિટિવ આવ્યા પર ક્વોરેન્ટાઇન કરવામાં આવશે. 14 દિવસ પુરા થયા પછી ફરી બે વખત ટેસ્ટ કરવામાં આવશે. બંને રિપોર્ટ નેગેટિવ આવ્યા પર જ UAE જવા માટે મંજૂરી મળશે.

પોતાના રૂમમાં જ જમવાનું મંગાવવું

આ નિયમ બધા વિદેશી ખેલાડી અને સપોર્ટિંગ સ્ટાફ પર પણ લાગુ થશે. BCCIના SOP અનુસાર UAE પહોંચવા પર ખેલાડીઓ અને સ્ટાફની પહેલા, ત્રીજા અને છઠ્ઠા દિવસે તપાસ કરવામાં આવશે. સાથે જ ટુર્નામેન્ટમાં દર પાંચમા દિવસે તપાસ કરવામાં આવશે. ત્રીજી વખત નેગેટિવ આવ્યા પછી સદસ્યોને જૈવ સુરક્ષિત વાતાવરણમાં એક બીજા સાથે મળવાની મંજૂરી આપવામાં આવશે. બધી ફ્રેન્ચાઇઝી ટીમોને અલગ અલગ હોટેલોમાં રાખવામાં આવશે. ફેસ માસ પહેરવું અનિવાર્ય અને સોશિયલ ડિસ્ટન્સિંગના પ્રોરોકોલનું પાલન કરવું અનિવાર્ય. બધાએ પોત-પોતાના રૂમમાં જમવાનું મંગાવું પડશે, એક જાગ્યો બધા સાથે જમી ન શકે.

આ પણ વાંચો : PMOની જાહેરાત, અમદાવાદમાં આગની ઘટનામાં મૃત પામેલા દર્દીઓના પરિવારને આપવામાં આવશે આટલાની સહાય

News Aayog

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *