કોરોના સંકટ વચ્ચે ક્રિકેટ મેચમાં બોલરોએ બોલને ચમકાવા શોધી લીધી નવી રીત, જાણીને થશે આશ્ચર્ય

કોરોના સંકટ વચ્ચે ક્રિકેટ મેચમાં બોલરોએ બોલને ચમકાવા શોધી લીધી નવી રીત, જાણીને થશે આશ્ચર્ય

હાલમાં કોરોના સમગ્ર વિશ્વ માટે સંકટ બની રહેલો છે. ત્યારે ઘણા સમયથી રમત ગમતની તમામ મેચો રદ અટવામાં આવી હતી. હાલમાં, શરુ કરવામાં આવેલી ક્રિકેટ મેચમાં કોરોનાને કારણે બોલને લાળથી સાફ કરવાની મંજૂરી નથી. જેના કારણે, ઇંગ્લેન્ડના બોલરો વેસ્ટ ઇન્ડીઝ સામેની પ્રથમ ટેસ્ટ ક્રિકેટ મેચમાં પીઠના પરસેવાથી બોલને ચમકાવી રહ્યા છે. કોવિડ -19 ના કારણે રમત ગમતની તમામ પ્રવૃતિઓ માર્ચ મહિનાથી અટકી ગઈ હતી.

આ અંગે ઇંગ્લેન્ડના ફાસ્ટ બોલર માર્ક વુડે કહ્યું કે, “લાળ પર પ્રતિબંધ બાદ પીઠનો પરસેવો મહત્વપૂર્ણ બની ગયો છે.” મેચ દરમિયાન બોલને ચમકાવા પરસેવાનો જ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

પ્રથમ ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડની પ્રથમ ઇનિંગ્સના 204 રનના જવાબમાં વેસ્ટ ઇન્ડીઝે 318 રન બનાવ્યા હતા. ત્રીજા દિવસના અંતે ઇંગ્લેન્ડે બીજી ઇનિંગ્સમાં કોઈ નુકસાન વગર 15 રન બનાવ્યા હતા. ત્રીજા દિવસે રોસ્ટન ચેસ અને શેન ડાઉરિચની 81 રનની ભાગીદારી બાદ વેસ્ટ ઇન્ડીઝે બેન સ્ટોક્સની શાનદાર બોલિંગ સામે 51 રનની અંદર 5 વિકેટ ગુમાવી દીધી હતી.

News Aayog

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *