આ વર્ષે ચોમાસુ રહેશે સામાન્ય, આ તારીખથી વરસાદ દેશે દસ્તક

આ વર્ષે ચોમાસુ રહેશે સામાન્ય, આ તારીખથી વરસાદ દેશે દસ્તક

ભારતમાં હવામાન વિભાગે આ વર્ષે વરસાદને લઇને અનુમાન જારી કરી દીધું છે. હવામાન વિભાગે સામાન્ય વરસાદ રહેવાની આગાહી કરી છે. હવામાન વિભાગ મુજબ આ વર્ષે વરસાદ 9% ઓછો રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. હવામાન વિભાગ મુજબ, હાલ દેશમાં ન્યૂટ્રલ અલ-નીનોની સ્થિતિ છે. આ વર્ષે અલ-નીનો ન્યૂટ્રલ રહેવાનું અનુમાન છે.

1 જૂને કેરળમાં ચોમાસું દસ્તક દેશે

monsoon 2020

હવામાન વિભાગની આગાહી મુજબ 1 જૂને કેરળમાં ચોમાસું દસ્તક દેશે. 11 જૂને ચોમાસું મુંબઈ પહોંચશે. જ્યારે ચેન્નઈમાં 4 જૂન અને દિલ્લીમાં 27 જૂને ચોમાસું પહોંચશે. ત્યારે આ વર્ષ દેશમાં સામાન્ય વરસદ રહેશે. મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સના સચિવ માધવને આ અંગેની જણાકીર વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કરી હતી.

જૂનથી સપ્ટેમ્બર સુધી ચોમાસુ રહેશે

monsoon

હવામાન વિભાગ મુજબ આમ તો દક્ષિણ-પશ્ચિમમાં 1લઈ જૂનથી ચોમાસુ શરુ થાય છે ત્યાં સામાન્ય ચોમાસુ રહેશે। જે કૃષિ અર્થવ્યવસ્થા માટે ઘણું મહત્વપૂર્ણ છે. કારણ કે દેશમાં વરસાદનું અનુમાન 75% ચોમાસાથી થાય છે. ગયા વર્ષે હવામાન વિભાગે 96 ટકાની સંભાવના વ્યક્ત કરી હતી. જેમાં 5 ટકા માર્જિન પણ રખાયું હતું। ચાર મહિનામાં 887 મીમી પરંતુ ગત વર્ષે એવું થયું ન હતું। હવામાન વિભાગ મુજબ આ વર્ષે જૂનથી સપ્ટેમ્બર સુધી ચોમાસુ રહેશે. દેશમાં દક્ષિણ-પશ્ચિમમાં સામાન્ય વરસાદ રહેવાની શકયતા છે.

આ પણ વાંચો : લોકડાઉનને કારણે ભારતને થશે સૌથી મોટું નુકસાન, બાર્કલેઝને હિસાબે GDP દર સીધો થઇ જશે શૂન્ય

News aayog End Plate

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.

One thought on “આ વર્ષે ચોમાસુ રહેશે સામાન્ય, આ તારીખથી વરસાદ દેશે દસ્તક

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *